સભ્ય માટેની માર્ગદર્શિકા

Oxford Dictionariesના સભ્ય માટેની માર્ગદર્શિકા

Oxford Dictionariesમાં તમારું સ્વાગત છે, જ્યાં તમે ભાષાના ડિજિટલ સંસાધનોની રચનામાં યોગદાન આપી શકો છો, તમારા જેવા ભાષા-પ્રેમીઓ સાથે તમે તમારા મત તથા મંતવ્યો રજુ કરી શકો અને પ્રશ્નોના જવાબો મેળવી શકો છો.

Oxford Dictionaries વિશે
અમે તમને તમારી ભાષાનો જીવંત શબ્દકોષ રચવા માટે નવી પ્રવિષ્ટિઓ તથા અનુવાદ સબમિટ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. તમે શબ્દો તથા અનુવાદ વિશે પ્રશ્નો પૂછી શકો  અને પોસ્ટ થયેલા પ્રશ્નોના જવાબ આપી શકો છો. તમે ભાષા તથા શબ્દો વિશે ચર્ચા કરી શકો અને અન્ય લોકોને તેમના મંતવ્યો પૂછી શકો છો.

ભાષા સંચાલક એ સમુદાયના સંચાલક છે અને તમારા માટેના સંપર્કસુત્ર છે. તેઓ ભાષાના સંસાધનોના વિકાસમાં સહાય કરવા માટે અને બધા યોગદાન તથા ટિપ્પણીઓ અહીં વિગતવાર આપેલી માર્ગદર્શિકાઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે.

કૃપા કરીને નોંધો કે ભાષા સંચાલક સંપૂર્ણ Oxford Dictionaries સાઇટ પર ઉપલબ્ધ સામગ્રી તથા સેવાઓ વિશે જવાબ નહીં આપી શકે. જો તમને Oxford Dictionariesના ઉત્પાદન અથવા સબસ્ક્રિપશન  વિશે પ્રશ્ન હોય અથવા અમારી શબ્દકોષ પ્રવિષ્ટિઓ વિશે પૂછપરછ કરવી હોય, તો કૃપા કરીને સહાયક પેજની મુલાકાત લો  (કૃપા કરીને નોંધો: આ સામગ્રી અંગ્રેજીમાં છે).

oxforddictionaries.com પર આ વેબસાઇટ (“વેબસાઇટ”)નો ઉપયોગ કરીને તમે આ માર્ગદર્શિકાની સાથે-સાથે, ડેટા સુરક્ષાના સામાન્ય નિયમો, ઉપયોગકર્તા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી કોઈ પણ સામગ્રીના ઉપયોગ કરવાના Oxford University Pressના અધિકારો અને સાઇટના વાજબી ઉપયોગનું નિરૂપણ કરતી, અમારી ગોપનીયતા નીતિ અને કાનૂની નોટિસ નું પાલન કરવા સાથે સંમત થાઓ છો. જો તમને આ દસ્તાવેજ અન્ય ભાષામાં જોઈતો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.


વર્તણૂક
અમે સૌના યોગદાનનું સ્વાગત કરીએ છીએ. વેબસાઇટ પર કોઈ પણ પ્રકારની પોસ્ટ, ટિપ્પણી અથવા યોગદાનમાં નિમ્નલિખિત વર્તણૂકનો અસ્વીકાર થશે. 

 • વેબસાઇટ (અને તેના સબડોમેઇન)ના અન્ય સભ્યો અથવા મુલાકાતીઓ સાથેની એવી કોઈ પણ વર્તણૂક જે આક્રમક અથવા અપમાનજનક હોઈ શકે. 
 • અભદ્ર અથવા અપમાનજનક ભાષાનો ઉપયોગ (આવી ભાષા વિશેની વિદ્વત્તાભરી ચર્ચાના સંદર્ભમાં અપવાદ સાથે). 
 • વ્યવસાયિક હેતુ, જાહેરાત, પ્રચાર-પ્રસાર અથવા ઉત્પાદનો તથા સેવાઓનું વેચાણ કરતી કોઈ પણ પોસ્ટ (સિવાય કે તેના વિશે અન્ય સભ્યે વિશેષ વિનંતી કરી હોય). 
 • ટ્રોલ કરવું (“કોઈકને નાખુશ કરવાના કે તેમના તરફથી ગુસ્સાભર્યા પ્રતિભાવ અપાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાનજનક અથવા ઉશ્કેરણીજનક ઑનલાઇન પોસ્ટ બનાવવી”). 
 • ભાષા તથા શબ્દો સાથે અસંગત હોય તેવા વિષયો. 
 • ગેરકાનૂની, ધમકીભરી, પજવણીપૂર્ણ, ધર્મદ્વેષી, પ્રતિષ્ઠાને હાનિકારક, અભદ્ર, અશ્લીલ, બદનક્ષીભરી, છેતરામણી, કપટપૂર્ણ, જેમાં જાતીય વ્યવહારો સ્પષ્ટરૂપે અથવા ગ્રાફિક વર્ણન રૂપે અથવા તેના એકાઉન્ટ હોય તેવી (જેમાં અન્ય વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ લક્ષી હિંસક કે ધમકીભરી જાતીય ભાષાનો સમાવેશ થાય છે પરંતુ તે ત્યાં સુધી સીમિત નથી), અન્ય વ્યક્તિની ગોપનીયતામાં અતિક્રમણ કરનારી અથવા દ્વેષપૂર્ણ સામગ્રી. 
 • ગુનાહિત અપકૃત્ય અથવા નાગરિક જવાબદારી/ફરજો વધારે તેવી અથવા આવું કરતી વર્તણૂકને પ્રોત્સાહન આપતી સામગ્રી. 
 • વાયરસ, સ્પાયવેર, અથવા અન્ય હાનિકારક ઘટક ધરાવતી સામગ્રી, કોઈ પણ પ્રકારની જાહેરાત અથવા મૂળ ઘટના, અર્થ કે હકીકતને ગેરમાર્ગે દોરતા સંકેતો અથવા નિવેદનો. 
 • ઇરાદાપૂર્વકની ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી. 
 • માલિકીના અથવા બૌદ્ધિક સંપદા અધિકારો ધરાવનાર પાસેથી પ્રથમ અનુમતિ પ્રાપ્ત કર્યા વિના, કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત અથવા અન્ય માલિકીની અથવા બૌદ્ધિક સંપદા અધિકાર ધરાવતી સામગ્રી. 
 • તમારી ટિપ્પણીમાં તમારા અથવા અન્ય વિશેની કોઈ પણ સંવેદનશીલ, વ્યક્તિગત, ધંધાકીય અથવા ગોપનીય માહિતી. 

સંયમન

અમે વેબસાઇટ પર પોસ્ટ થતી એ બધી સામગ્રીનું નિયમન કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. જે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી હોય; પરિણામ સ્વરૂપે, કેટલીક પોસ્ટને પ્રકાશિત કરતા પહેલાં સંયમન માટે મોકલવામાં આવી શકે છે અને તેથી વેબસાઇટ પર પોસ્ટ દેખાવામાં વિલંબ થઈ શકે છે. 


આ માર્ગદર્શિકાનું પાલન ન કરતા હોય તેવા કોઈ પણ ઉપયોગકર્તાને ચેતવણી આપ્યા વિના કે ચર્ચા કર્યા વિના બ્લૉક કરવાનો અને પહેલાંની બધી પોસ્ટ તથા બધા યોગદાન કાઢી નાખવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. 


સચોટતા તથા પ્રમાણિકતા

અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા પ્રોફાઇલ પર તમારી ખોટી ઓળખ ન આપો. Oxford Dictionariesની એ નીતિ છે કે વિશ્વસનીયતા અને પારદર્શિતા રહે તે માટે સભ્યો તેમના સાચા નામનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરે. 

ઉપયોગકર્તાએ પોસ્ટ કરેલી સામગ્રી શરૂઆતમાં 'ઉપયોગકર્તાના યોગદાન' તરીકે દેખાશે અને અનુક્રમે અન્ય Oxford Dictionaries ઉપયોગકર્તાઓ અથવા આંતરિક રૂપે OUP તેની ચકાસણી કરશે.