તમારા એકાઉન્ટ સંબંધિત મદદ

આ વિભાગ તમારા એકાઉન્ટની નોંધણી, તેમાં લૉગ ઇન કરવું અને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા અંગેના સામાન્ય પ્રશ્નોનું સમાધાન કરે છે.


Oxford Dictionariesમાં નોંધણી કરવી

જો તમે નવા સબસ્ક્રાઇબર હોવ, તો તમારે તમારું એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે Oxford Dictionariesમાં નોંધણી કરવાની જરૂર પડશે.

નોંધણી નિઃશુલ્ક છે- તમને માત્ર એક ઈમેલની જરૂર પડશે.


તમારું ઉપયોગકર્તાનામ

  • ઉપયોગકર્તાનામ તરીકે તમે તમારા ઇમેલનો ઉપયોગ કરી શકો છો.
  • તમારું ઉપયોગકર્તાનામ આગવુ હોવું જરૂરી છે- જો અન્ય ઉપયોગકર્તાએ પહેલેથી જ તે નામનો ઉપયોગ કર્યો હશે, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
  • એક વાર તમે તમારું એકાઉન્ટ બનાવી લીધા પછી, તમારું ઉપયોગકર્તાનામ બદલી શકાશે નહીં.


પાસવર્ડ બનાવવો 

  • જો તમે નવા સબસ્ક્રાઇબર હોવ, તો તમારે પાસવર્ડ બનાવવાની જરૂર પડશે. તમે તમારા એકાઉન્ટ પેજ પર તમારો પાસવર્ડ બદલી શકો છો. 


પાસવર્ડની સુરક્ષા 

  • તમારી Oxford Dictionaries સામગ્રીને અનાધિકૃત ઍક્સેસથી સુરક્ષિત કરવા માટે, અમે ભલામણ કરીએ છીએ કે તમે એક પ્રબળ પાસવર્ડનો ઉપયોગ કરો. 
  • એક પ્રબળ પાસવર્ડ ઓછામાં ઓછો 7 અક્ષર લાંબો, કેપિટલ અને સ્મોલ અક્ષરો, ચિહ્નો અને સંખ્યાનાં સંયોજનવાળો હોવો જોઈએ અને તેમાં તમારું નામ અથવા શબ્દકોશનાં કોઈપણ પૂર્ણ શબ્દનો સમાવેશ હોવો જોઈએ નહીં. 
  • અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા Oxford એકાઉન્ટ માટે તમારા અન્ય ઑનલાઇન એકાઉન્ટ માટે ઉપયોગ કરતા હોવ તે પાસવર્ડથી જુદા પાસવર્ડનો ઉપયોગ કરો (દાખલા તરીકે ઑનલાઇન ખરીદી, બેંકિંગ, અથવા PayPal). 


પાસવર્ડ ભૂલી ગયા હોવ તો 

જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય, તો તમે તેને  અહીં રીસેટ કરી શકશો. 


લૉગ ઇન કરવામાં મદદ

હોમપેજનાં ઉપરના ભાગ પર આવેલ ‘લૉગ ઇન’ બટન પર ક્લિક કરો અથવા તમારું ઉપયોગકર્તાનામ અને પાસવર્ડ ટાઇપ કરીને અહીં લૉગ ઇન કરો. જો તમે સાઇટ પર હજી સુધી નોંધણી ન કરી હોય તો તમને એક લિંક દેખાશે જ્યાં તમે નોંધણી કરી શકો છો. 


હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું / મારો પાસવર્ડ કાર્ય કરતો નથી 

તમારો પાસવર્ડ કેસ-સંવેદનશીલ છે, માટે તપાસો કે તમારું CAPS LOCK બટન ચાલુ છે કે નહીં. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો તમે તેને અહીં રીસેટ કરી શકશો. જ્યારે તમે લિંક પર ક્લિક કરો ત્યારે તમારા એકાઉન્ટ માટે તમારે ઈમેલ દાખલ કરવાની જરૂર પડશે અને પાસવર્ડ રીસેટ કરવા માટેની એક લિંક તમને મોકલવામાં આવશે. જો તમને થોડીક વારમાં ઈમેલ પ્રાપ્ત ન થાય, તો તમારું જંક કે સ્પામ મેલ ફોલ્ડર તપાસો.


લૉગ ઇન કરવા વિશે વધુ મદદ 

જો તમે હજી સુધી લૉગ ઇન કરવામાં અસમર્થ હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.