નાતાલ - ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ

નાતાલ - (ક્રિસ્મસ), ઈસાઈ પંચાંગનો આખરી તહેવાર છે.


નાતાલનો મહત્વ અપાર છે. આ તહેવાર ૨૫મી ડિસેમ્બરના ઉજવાય છે. આ દિવસ પ્રતીક બની ગયું છે, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે. ઈસુ ખ્રિસ્ત, ઈસાઈ ધર્મના, ખ્રિસ્તી દેવતાના સુપુત્ર હતા. ઈસાઈ ધર્મના, પ્રથમ પ્રબોધક હતા, જેણે, ઈસાઈ ધર્મનો, વિશ્વભરમાં પ્રચાર કર્યો.

નાતાલનો મહિમા ધાર્મિક પ્રણાલિકા પ્રમાણે એમ મનાય છે કે ઈસુ ખ્રિસ્ત, દૈવત્વનો અવતાર છે. જયારે પૃથ્વીપર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, લોભ, તિરસ્કાર, પાખંડ અને અન્ય સમસ્યાઓ વધી, ત્યારે ઈસુ ખ્રિસ્તનો, કુમારિકા મેરી થકી જન્મ લીધો. ઈસુ ખ્રિસ્તે વિશ્વભરના મનુષ્યનું પરિવર્તન કર્યું, ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દ્વારા, નિર્બળતા, પવિત્રતા, શીખવાનુ ગૌરવ અને અપરિગ્રહ, જેવા ગુણોનો પ્રચાર થયો.

ભારતમાં, ખ્રિસ્તીની લોકસંખ્યા આશરે ૨.૮ કરોડની છે. ખ્રિસ્તીઓ ઉત્તર પૂર્વ ભારત,

ગોઆ, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના રાજ્યના રહેવાસીઓ છે. ભારતમાં ખ્રિસ્તી સમુદાય, નાતાલ ઠાઠમાઠ, ઉત્સાહ અને ભક્તિભાવથી ઊજવે છે.  

ખ્રિસ્તી દેવળોનું મહત્વ આ તહેવારમાં વધે છે. દેવળોમાં રવિવારથી આગમન થાય અને તૈયારીઓ શરૂ થાય છે. ખ્રિસ્તી દેવળોમાં નાતાલ સમૂહઓની તૈયારીઓની શરૂઆત કરે છે. ખ્રિસ્તી ઘરોમાં, અલગ અલગ વાનગીઓ રાંધવાની તૈયારી થાય છે. બધા ઘરો શણગારવા લાઞે છે.

નાતાલ એક રંગીન તહેવાર છે. સ્થાનિક દુકાનો અને બજારો, ચમકતી લાઇટો, ફૂલો અને વિવિધ પ્રકારની  બનાવટો થી સજાવટ દ્વારા શણગારાય છે. ખ્રિસ્તી દેવળો અદભૂત પ્રકાશના પ્રદર્શનોથી ઝગમગી ઉઠે છ. ખ્રિસ્તી ઘરોમા નાતાલનાં વૃક્ષો શણગારાય છે. ભારતમાં બરફ બધા સ્થળે નથી પડતો, પણ બાળકો સફેદ રૂ અને બીજા અન્ય ઘરેલુ શણગારથી વૃક્ષો સજાવે છે.

ગોઆના ભોજનોનો પ્રભાવ નાતાલમાં ભારતમાં દેખાય છે. કુસવાર, એટલે નાતાલમાં બનતી વાનગીઓનું નામ. ફળના કેક, ગુલકંદના બીસ્કીટ, કીડીઓ (સોજીની મીઠાઈ) અને માર્ઝીપન જેવી અલગ અલગ વાનગીઓ મહિલાઓ ભેગાં મળી રાંધે છે. ઈલાયચી અને કાજુ જેવા સૂકા મેવાથી ભરપૂર વાનગીઓ છે. ૨૪ ડિસેમ્બર રાતે, પોર્ક અને મરઘી શાક અને સનનાસ, પીરસાય છે, જે મસાલેદાર હોય છે.

જમ્યા પછી, બાળકો અને વડીલો, ખ્રિસ્તી દેવળોમાં નાતાલના ભજન (ક્રિસ્મ્સ કેરલ) ગાઇઅને પ્રાર્થના કરીને, બધા લોકો એક બીજાને મેરી ક્રિસ્ટ્મસ કરી, હળીમળીને, છુટા પડે છે. બાળકો અને વડીલો, હેતુ મિત્રો અને સગા સબંધીની ઘેર જાય છે. ફળના કેક (ફ્રુઇત કેકે) સાથે વાઇન પીએ છે.

નાતાલનાં શુભ દિવસે, સવારે બધા સદસ્ય ગરમાગરમ અને મસાલેદાર નાશ્તો કરીને, બાળકો, દોસ્તારો અને સગાસબંધીઓના ઘેર જાય છે. જાતિ, પંથ, ધર્મના બંધનોને અવગણી, ફળના કેક અને બીજી મીઠાઈ, એકબીજાને ખવડાવે છે. ત્યારબાદબપોર સુધીમાં, પાછા ઘેર જઈને બધા ભેગા જમે છે.

બપોરનું જમવાનું પૂરું કરીને થોડો વિસામો લે છે. સાંજ પડે એટલે બાળકો અને વડીલો, નાતાલનું નૃત્ય કરે છે. ઘણા લોકો તો સવારો સવાર સુધી નૃત્ય કરે છે. સવાર થાય એટલે લોકો સૂર્યોદય નિહાળી ને પાછા ઘેર જાય છે.

નાતાલ એટલે ખ્રિસ્તીનો અંતિમ તહેવાર તો છે, પણ તેની સાથે, એક એવો તહેવાર છે જેની ઉજવણીમાં, વડીલો અને બાળકો, હેતુ મિત્રો અને સગા સંભંધિઓ, ભેગા મળી, પ્રેમથી, હસી મજાક કરીને એક વર્ષને અલવિદા કહે છે, અને એક સમૃદ્ધ નૂતન વર્ષનું, ઇચ્છે છે.