અષ્ટમંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમંગલ

વિશેષણ

 • 1

  અષ્ટકલ્યાણી; આઠ શુભ ચિહ્નોવાળો (ઘોડો) [ચાર પગ, કપાળ, છાતી, ખાંધ તથા પૂંછડી જેનાં ધોળાં હોય તે].

અષ્ટમંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમંગલ

નપુંસક લિંગ

 • 1

  રાજ્યાભિષેક વખતે જરૂરી ગણાતી આઠ શુભ વસ્તુઓ-સિંહ, વૃષભ, ગજ, પૂર્ણોદક કુંભ, પંખો, નિશાન, વાદ્ય અને દીપ; અથવા બ્રાહ્મણ, અગ્નિ, ગાય, સુવર્ણ, ઘૃત, સૂર્ય, જળ અને રાજા.

 • 2

  પુનર્લગ્ન; નાતરું.

અષ્ટમંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમંગલ

પુંલિંગ

સંગીત
 • 1

  સંગીત
  એક તાલ.