આંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગી

સ્ત્રીલિંગ

 • 1

  પરણનાર પુરુષને મોસાળ તરફથી મળતું ઓટ્યા વિનાનું કોરું વસ્ત્ર.

 • 2

  માતાની મૂર્તિને બદલે મુકાતી રંગબેરંગી ધાતુઓના પતરાની તકતી.

 • 3

  હનુમાનની મૂર્તિ ઉપરનું તેલસિંદૂરનું પડ.

 • 4

  જૈન
  મૂર્તિના શણગાર.

 • 5

  આંધીથી ચડતો ધૂળનો ગોટો.

મૂળ

सं. अंगिक