ઉડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઉડાવવું; ઉડે એમ કરવું; ચગાવવું (જેમ કે, પતંગ).

 • 2

  ચટ કરી જવું; બરોબર ખાવું (જેમ કે, લાડુ).

 • 3

  વાપરી નાંખવું; વેડફી નાંખવું; બરબાદ કરવું.

 • 4

  વાત; ગપ ઇ૰ ફેલાવવું.

 • 5

  જવાબમાં ચાલાકી કરવી; આડવાતમાં ચડાવવું.

 • 6

  મશ્કરી કરવી.

 • 7

  રદ-નાપાસ કરવું (જેમ કે પરીક્ષામાં).

મૂળ

सं. उड्डाय,प्रा. उड्डाव