ઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તર

વિશેષણ

 • 1

  પાછલું; બાકીનું.

 • 2

  પછીનું.

 • 3

  વધતું; વધારે.

 • 4

  ડાબું.

ઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તર

પુંલિંગ

 • 1

  જવાબ; પૂછ્યા કે કહ્યા સામે કહેવું તે; રદિયો.

 • 2

  બચાવનું કથન.

 • 3

  ગણિત-શ્રેઢીમાં બે સંખ્યાની વચમાંનું અંતર.

 • 4

  વિરાટ રાજાનો પુત્ર.

ઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તર

નપુંસક લિંગ

 • 1

  જવાબ; પૂછ્યા કે કહ્યા સામે કહેવું તે; રદિયો.

 • 2

  બચાવનું કથન.

ઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તર

સ્ત્રીલિંગ

 • 1

  ઉત્તર દિશા.

ઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્તર

અવ્યય

 • 1

  પછી.