ઉરાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઉડાડવું; ચટ કરી જવું; બરોબર ખાવું (જેમ કે, લાડુ).

 • 2

  વાપરી નાખવું; વેડફી નાખવું; બરબાદ કરવું.

 • 3

  વાત, ગપ, ઈ૰ ફેલાવવું.

 • 4

  જવાબમાં ચાલાકી કરવી; આડવાતમાં ચડાવવું.

 • 5

  મશ્કરી કરવી.

 • 6

  રદ-તપાસ કરવું (જેમ કે, પરીક્ષામાં).

ઉરાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ઊડવું'નું પ્રેરક; ઉડાડવું; (પાંખવાળો જીવ) ઊડી જાય એમ કરવું (જેમ કે, માંખ ઊડાવવી; 'ઊડાવવી' નથી બોલાતું).

 • 2

  ઉડે એમ કરવું; ચગાવવું (જેમ કે, પતંગ).

મૂળ

જુઓ ઊડવું