ઊતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊતરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઉપર કે ઊંચેથી નીચે આવવું.

 • 2

  બહાર આવવું; નીકળવું (જેમકે, વાહનમાંથી, ગાડીએથી ઊતરવું; સ્ટેશને ઊતરવું ઇ૰).

 • 3

  પાર કરવું; ઓળંગવું (નદી, પૂલ ઇ૰).

 • 4

  નીચે આવવું; કમી થવું; ઘટવું (જેમ કે વસ્તુના ભાવ).

 • 5

  (આવેશ, અસર, નશો, દરદ, ભાવ, લાગણી ઇ૰) ઓછું થવું કે શમવું (જેમ કે ઝેર, તાવ, ક્રોધ, મોહ, માથું ઇ૰).

 • 6

  (ગુણ, સ્થિતિ, સ્વભાવમાં) ઘટવું; ઓછું નીવડવું; બગડવું (જેમ કે, ઊતરેલી કેરી; ઊતરતી કળા, વેળા. 'વખત જતાં દવાનો ગુણ ઊતરે'. ભોગમાં પડી તે માણસ ઊતરવા લાગ્યો.).

 • 7

  (તોલમાં) આવી રહેવું; બરોબર થવું ('શેરના છ રીંગણાં ઊતર્યાં'.).

 • 8

  થવું; નીપજવું; ફળ તરીકે હાથ આવવું-મળવું (જેમ કે ,પાક ઊતરવો; 'આ આંબે ૧૦ મણ કેરી ઊતરી' 'મણ કપાસમાંથી ૧૨ શેર રૂ ઊતર્યું'. 'પૂરી, જલેબી, માલપૂઆ હવે ઊતરવા લાગ્યા છે.' ઇ૰).

 • 9

  ઉતારો કે મુકામ કરવો (જેમ કે, તેઓ વીશીમાં ઊતર્યા).

 • 10

  બરોબર આબેહૂબ થવું, બનવું, આલેખાવું, ઘડાવું; પાર પડવું (જેમ કે, નકલ, છબી, ચૂડો, ઘડો, ઇ૰ નો ઘાટ; 'આ કામ ઠીક ના ઊતર્યુ'.).

 • 11

  (શરત, સ્પર્ધા, ઝઘડો, નાટક, લડાઇ ઈ૰માં) સામેલ થવું, ભાગ ભજવવો.

 • 12

  (કોઇ અંગ કે હાડકું) પોતાને સ્થાનેથી હઠવું-ચળવું.

 • 13

  (ગ્રહ કે દશા) -ની અસર (માઠી) જવી; -નો યોગ દૂર થવો.(જેમકે, પનોતી ઊતરી; 'હવે બુધની દશા ઊતરશે').

 • 14

  (મોં) ફીકું પડવું; વિલાવું.

 • 15

  (રંગ) ફીકો પડવો; ઊડવો; ધોવાથી નીકળવો (જેમ કે, કપડાનો રંગ ઊતરે છે,જો જો બીજાને ન લાગે.).

 • 16

  (મન, હૃદય, ધ્યાનમાં) બરાબર જવું; સમજાવું; ગમવું; ઠસવું.

 • 17

  (વાળ માટે) ખરી પડવું; નીકળી જવું.