ઊપડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊપસવું; ઊંચું થવું.

 • 2

  ઊંચકાવું.

 • 3

  પ્રયાણ કરવું; નીકળવું; ચાલવા માંડવું; જવું.

 • 4

  એકાએક શરૂ થવું (દુઃખ, રોગ ઇત્યાદિનું).

 • 5

  ચોરાવું; ઉપાડાવું.

 • 6

  નાણાં ઉપાડાવાં; ઉપાડ થવો.

 • 7

  ખપવું; વેચાવું (જેમ કે, 'હમણાં ખાદી ખૂબ ઊપડે છે.').

 • 8

  (એકાએક; ઓચિંતું) શરૂ થવું; ચાલવું (જેમ કે, હમણાં ફાળાનાં કામ ઘણાં ઊપડ્યાં છે).

 • 9

  એકદમ તત્પર થવું; ધસવું; કૂદી પડવું (ઉદા૰ તે એને મારવા ઊપડ્યો).

મૂળ

सं. उत्पत्, प्रा. उप्पड