કૂંભી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંભી

સ્ત્રીલિંગ

 • 1

  કૂંભી; થાંભલા નીચેની પથ્થર અથવા લાકડાની બેસણી.

 • 2

  મકાનનો થાંભલો.

 • 3

  ચાર વર્ષે ભરાતો નાનો કુંભમેળો.

કુંભી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો કુંભ-ઘડો.

 • 2

  નાનું કુલ્લું (મશાલમાં તેલ પૂરવા માટે).

મૂળ

सं.

કુંભી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભી

સ્ત્રીલિંગ

 • 1

  કૂંભી; થાંભલા નીચેની પથ્થર અથવા લાકડાની બેસણી.

 • 2

  મકાનનો થાંભલો.

 • 3

  ચાર વર્ષે ભરાતો નાનો કુંભમેળો.

મૂળ

सं. कुंभक