કમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમળ

નપુંસક લિંગ

 • 1

  કમલ; એક ફૂલ.

 • 2

  ગર્ભાશયનું મુખ.

 • 3

  વનસ્પતિવિજ્ઞાન​
  સ્ત્રી-કેસરનો અગ્રભાગ; 'સ્ટિગ્મા'.

કમૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમૂળ

વિશેષણ

 • 1

  ખરાબ મૂળવાળું.

 • 2

  કુળને એબ લગાડે એવું.

મૂળ

ક+મૂળ

કુમળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમળું

વિશેષણ

 • 1

  કોમળ; મુલાયમ.

 • 2

  સુકુમાર; નાજુક.

 • 3

  નરમ; મૃદુ.

 • 4

  મધુર.

 • 5

  દયાળું.

મૂળ

सं. कोमल