કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર

પુંલિંગ

 • 1

  હાથ.

 • 2

  વેરો; મહેસૂલ; જકાત.

 • 3

  લાગો.

 • 4

  કિરણ.

 • 5

  સૂંઢ.

 • 6

  બેની સંજ્ઞા.

મૂળ

सं.

કુરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પાંડવકૌરવોનો પૂર્વજ.

 • 2

  અર્વાચીન દિલ્હીની આજુબાજુના પ્રદેશનું નામ.

મૂળ

सं.

કૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂર

પુંલિંગ

 • 1

  ભાત; રાંધેલા ચોખા.

મૂળ

सं.

કૅર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅર

સ્ત્રીલિંગ

 • 1

  પરવા; ધ્યાન.

 • 2

  ચિંતા.

 • 3

  જવાબદારી.

 • 4

  દેખરેખ; દેખભાળ.

મૂળ

इं.

કેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેર

પુંલિંગ

 • 1

  મહા નાશ-જુલમ; ગજબ.

મૂળ

अ. कह

કેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરું

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નું (છઠ્ઠી વિભક્તિનો અર્થ બતાવે છે.).

મૂળ

दे. केर

કેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરું

નપુંસક લિંગ

 • 1

  કેરડીનું ફળ.

મૂળ

જુઓ કેરડી