કાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચ

પુંલિંગ

 • 1

  રેતી અને ખારવાળી માટી ઓગાળીને બનાવાતો એક પદાર્થ.

 • 2

  દર્પણ.

 • 3

  પાસાદાર, ચળકતી મિશ્ર ધાતુ.

 • 4

  નિર્મળ કે ક્ષણભંગુર એવી ઉપમા આપતાં વપરાય છે; જેમ કે-કાચ જેવું પાણી; કાચનું વાસણ; કાચનો કૂપો.

મૂળ

सं.

કાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચું

વિશેષણ

 • 1

  પાકેલું નહિ એવું (કાચી કેરી).

 • 2

  બરાબર નહિ સીઝેલું, પકવેલું કે રંધાયેલું (કાચી ચાસણી; કાચી માટલી; કાચો ભાત).

 • 3

  શેકેલું રાંધેલું નહિ એવું (કાચી સોપારી, ચણા, અનાજ ઇ૰).

 • 4

  કશા સંસ્કાર ન કરાયેલું-કુદરતી સ્થિતિમાં હોય એવું (કાચો માલ, કાચી ધાતુ).

 • 5

  તકલાદી; મજબૂત કે ટકાઉ નહિ એવું (કાચી સડક, કાચું સૂતર, કાચો રંગ).

 • 6

  નાદાન; બિનઅનુભવી; અધૂરું; અધકચરું (માણસ, જ્ઞાન, આવડત, ઉંમર ઇ૰).

 • 7

  અધૂરું; અપૂર્ણ (કાચું કામ, કાચી બુદ્ધિ, કાચો વિચાર,કાચી વાત, કાચો ગાઉ ઇ૰).

 • 8

  કામચલાઉ; છેવટનું નહિ એવું (કાચો હિસાબ, દસ્તાવેજ, ખરડો ઇ૰).

 • 9

  પોચું; નરમ (કાચા કાળજાનું, હૈયાનું=બીકણ).

 • 10

  બારદાન ઇ૰ સાથેનું કામચલાઉ કે અંદાજી (વજન,માપ).

 • 11

  પાકું-બંગાળી નહિ, તેથી અડધા વજનનું (શેર, મણ ઇ૰ વજન). (આમ આ શબ્દ અધૂરાપણું, અધકચરાપણું. ઇ૰ અનેક ભાવો લક્ષણાથી બતાવે છે.).

મૂળ

જુઓ કચ્ચું

કાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાચું

નપુંસક લિંગ

 • 1

  કચાશ; કસર; અધૂરાપણું.