કાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંટો

પુંલિંગ

 • 1

  કેટલીક વનસ્પતિ પર ઊગતો કઠણ અણીદાર સીધો કે વાંકો અંકુર; શૂળ.

 • 2

  એના જેવા આકારની કોઈ પણ વસ્તુ (ઘડિયાળનો કાંટો; વીંછીનો કાંટો-ડંખ; માછલીનો કાંટો-અણીદાર હાડકું; માછલી પકડવાનો કાંટો-ગલ ઇ૰).

 • 3

  યુરોપી ઢબે જમતાં વપરાતું દાંતાળું, ચમચા ઘાટનું સાધન. ઉદા૰ છરીકાંટો.

 • 4

  તોલ કરવાનું યંત્ર; કંપાણ ઇ૰.

 • 5

  નાકે પહેરવાનું સ્ત્રીઓનું એક ઘરેણું.

 • 6

  પોપટના ગળામાં થતો એક રોગ.

 • 7

  લાક્ષણિક રોમાંચ.

 • 8

  નડતર; ફાંસ.

 • 9

  અંટસ; કીનો.

 • 10

  વહેમ; શંકા.

 • 11

  જુસ્સો; પાણી (જેમ કે, કાંટાદાર માણસ).

 • 12

  ટેક; મમત.

મૂળ

सं. कंटक