કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઢવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (હોય ત્યાંથી કે અંદરથી) બહાર ખેંચવું-લાવવું-લેવું-મોકલવું (જેવા ભાવો બતાવે છે).

 • 2

  અલગ કરવું; દૂર કરવું; છૂટું પાડવું.

 • 3

  રદ કરવું ('આ શબ્દ કાઢો તો લખાણ મંજૂર છે.').

 • 4

  આલેખવું; દોરવું (જેમ કે, અક્ષર, ચિત્ર, વેલ, રંગ ઇ૰).

 • 5

  કહેવું; બોલવું; ઉચ્ચારવું (જેમ કે, અવાજ, બોલ, વાત, સાદ, ઘાંટો ઇ૰).

 • 6

  સ્થાપવું; નવું ખોલવું; શરૂ કરવું (જેમ કે, નિશાળ, દુકાન, કારખાનું, કંપની, કામ ઇ૰).

 • 7

  ગણી કાઢવું; ગણતરી કરવી (જેમ કે, ભાવ, માપ, વ્યાજ, હિસાબ કે તેનો જવાબ, અંદાજ ઇ૰ કાઢવાં).

 • 8

  જાહેરમાં બહાર આણવું (જેમ કે, નામ, આબરૂ, દેવાળું કાઢવું).

 • 9

  અંદરનો સાર કે અમુક ભાગ અલગ કરવો, મૂકવો કે છૂટો પાડવો (જેમ કે, સાર કાઢવો; મલાઈ કાઢવી; તેલ કાઢવું, ઇ૰; 'તેણે ૫00 રૂ|. આ ખાતે કાઢ્યા.').

  જુઓ અર્થ (૨)

 • 10

  કમાવું; મેળવવું; જોગ કરવો ('દુકાન ભાડુંય કાઢતી નથી', 'દુકાનમાંથી રોટલો કાઢવાનો છે.' 'બધુંય ખર્ચ પગારમાંથી જ કાઢવાનું.').

 • 11

  બીજા ક્રિ૰ સાથે, તે ક્રિયા પૂરી કરી દેવી, પતવવી ,એવો ભાવ પ્રેરે છે. જેમ કે, 'એણે આખું ખેતર ખોદી કાઢ્યું. ''આટલું જરા જોઈ કાઢશો?'.