કાતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાતરો

પુંલિંગ

 • 1

  ચપટુ, લાંબું ને વાંકું ફળ. ઉદા૰ આમલીનો કાતરો.

 • 2

  એને મળતા આકારનું એક દારૂખાનું.

 • 3

  એક જીવડો [એ ઊગતા અનાજના છોડ કાતરી ખાય છે].

 • 4

  દાઢીની બંને બાજુ રખાતા વાળના લાંબા કાકડામાંનો પ્રત્યેક.

 • 5

  સુરતી કેળાંની લૂમ.

 • 6

  કાપો; ચીરો.

મૂળ

सं. कृत्=કાતરવું પરથી; સરખાવો 'કાતળી'