ખચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જડવું; બેસાડવું.

 • 2

  ખીચોખીચ ભરવું-લાદવું.

મૂળ

सं.खच् ઉપરથી

ખૂંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંચવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નડવું; ભોંકાવું.

 • 2

  મનમાં ખટકવું; દુખવું.

 • 3

  લપટાવું; બંધનમાં પડવું; ખૂંપવું.

મૂળ

જુઓ ખૂંપવું

ખેંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પોતા તરફ આણવું; આકર્ષવું; તાણવું.

 • 2

  કસવું; તંગ કરવું.

 • 3

  આગ્રહ કરવો; આગ્રહથી વળગી રહેવું.

 • 4

  શોષી લેવું; ચૂસવું.

મૂળ

प्रा. खंच, सं. कृष्