ગરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરમ

વિશેષણ

 • 1

  ઊનું.

 • 2

  શરીરમાં ઉષ્ણતા પેદા કરે-વધારે તેવું.

 • 3

  લાક્ષણિક જોસમાં કે ક્રોધમાં આવેલું.

 • 4

  તેજ; જહાલ (જેમ કે, સ્વભાવમાં).

 • 5

  (સ્વાદમાં) તેજ; તીખું.

 • 6

  તીવ્ર; બરોબર રંગમાં આવેલું; ઉત્કટ (જેમ લોઢું ગરમ થયે ટિપાય તેવું).

મૂળ

फा. गर्म

ગરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરમું

નપુંસક લિંગ

 • 1

  તપેલી જેવું પડધી વિનાનું એક પાત્ર કે વાસણ.