ઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘન

વિશેષણ

 • 1

  નક્કર.

 • 2

  ઘાડું; ગીચ.

 • 3

  ઘણું; પુષ્કળ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  લંબાઇ, પહોળાઇ અને ઊંચાઈવાળું; 'ક્યૂબિક'.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ગણિતશાસ્ત્ર​
  કોઇ સંખ્યાને તેનાથી જ બે વાર ગુણવાથી આવતો ગુણાકાર; 'ક્યૂબ'.

 • 2

  છ સરખી બાજુઓની આકૃતિ.

 • 3

  વેદપાઠનો એક પ્રકાર.

 • 4

  વાદળું.

નપુંસક લિંગ

 • 1

  વાદળું.

ઘેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેન

નપુંસક લિંગ

 • 1

  નશો; કેફ; સુસ્તી.

 • 2

  મદ; અભિમાન.

મૂળ

अ. गै़न