ઘાંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંટું

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી તલસરું; તલ ખંખેરી લીધા પછીનો તલનો છોડ.

 • 2

  જેમાં તલ થાય છે તે શીંગ.

ઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટ

પુંલિંગ

 • 1

  આકાર; દેખાવ.

 • 2

  બાંધેલો આરો; ઓવારો.

 • 3

  [?] સ્ત્રીઓને પહેરવાનું એક રેશમી વસ્ત્ર.

 • 4

  પહાડી રસ્તો.

ઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ.

 • 2

  લાક્ષણિક પ્રસંગ; લાગ.

 • 3

  યુક્તિપ્રયુક્તિથી કામ કાઢી લેવાની યોજના; તજવીજ.

 • 4

  રીત; લક્ષણ; શોભા.

ઘાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટું

વિશેષણ

 • 1

  ઘટ્ટ; લચકાદાર.

 • 2

  ખીચોખીચ.

 • 3

  પુષ્કળ; ગાઢ.

 • 4

  કઠણ; સંગીન.

મૂળ

सं. गाढ