ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખોસવું; અંદર મૂકવું.

 • 2

  પહેરવું.

 • 3

  લાક્ષણિક નાણાં ખાઇ જવાં.

 • 4

  બગાડવું; પાયમાલ કરવું. ઉદા૰ ઘર ઘાલવું.

 • 5

  પ્રસંગે ભેટ તરીકે પહેરાવવું. ઉદા૰ 'મેં કન્યાની કોટમાં અછોડો ઘાલ્યો'.

 • 6

  અંદર નાખવા-મૂકવાની રીત સૂચવનાર સહાયકારી ક્રિયાપદ સાથે વપરાય છે; જેમ કે, 'ખોસી ઘાલવું; 'ચગદી ઘાલવું'.

મૂળ

प्रा. घल्ल