ચક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્કર

વિશેષણ

 • 1

  ગોળ; ચક્ર જેવું.

 • 2

  લાક્ષણિક ગાંડું; ચસકેલું.

મૂળ

सं. चक्र ઉપરથી

ચક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્કર

નપુંસક લિંગ

 • 1

  ચક્ર; પૈડું.

 • 2

  ગોળાકાર; કૂંડાળું.

 • 3

  ફરવું તે; આંટો-ફેરો.

 • 4

  (જેલનો) ચક્રાકાર ગોઠવણમાં મકાનનો વાડો.

 • 5

  ગોળ ધારવાળું એક હથિયાર.

 • 6

  લાક્ષણિક ચકરી; તમ્મર.