છૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  બંધનમાંથી છૂટા થવું.

 • 2

  (એકાએક કે જોરથી) બહાર નીકળવું (જેમ કે, પરસેવો, દુર્ગંધ, બાણ વા તોપ-બંદૂકનો ભડાકો ઈ૰).

 • 3

  પાસેથી જવું કે નીકળવું (જેમ કે, ચમડી તૂટે, દમડી ન છૂટે).

 • 4

  (જવાને માટે) છૂટ કે રજા મળવી (જેમ કે, ઘોરી, સભા, નિશાળ, કચેરી ઈ૰ છૂટવું).

 • 5

  વછૂટવું; ઊકલવું (જેમ કે, ગાંઠ).

 • 6

  કોઈ ભાવ કે લાગણી એકદમ પ્રગટવી (જેમ કે, ગુસ્સો, લાજ, કમકમાટી છૂટવી).

 • 7

  બીજા ક્રિ૰ જોડે સહાયમાં આવી, તે ક્રિયા કરી નાંખી ને તેમાંથી છૂટ્યો, એવો ભાવ બતાવે છે (જેમ કે, લખી છૂટ્યો, હું તો કહી છૂટ્યો, તેને ફાવે તેને તે હવે કરે.).

મૂળ

सं. छुट्; प्रा. छुट्ट