છાંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વિખેરાઈને પડે એમ (પ્રવાહી) ઉડાવવું કે ફેલાવવું કે નાંખવું.

 • 2

  લાક્ષણિક ગપ-બડાઈ હાંકવી.

 • 3

  લાંચ આપવી. ઉદા૰ જજને છાંટવો.

 • 4

  છાંટા નાંખી શુદ્ધ કરવું; છાંટ નાખવી.

 • 5

  ઉપર ઉપરથી કાપવું.