જોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડ

સ્ત્રીલિંગ

 • 1

  બે સરખી વસ્તુઓની જોડી.

 • 2

  હરીફાઈ કે સરખામણીમાં બરાબર ઊતરે તેવી બીજી વસ્તુ.

 • 3

  તંબૂરાના ચાર તારમાંના વચલા બે તાર.

 • 4

  સંગતિ; સોબત; જોડાણ.

મૂળ

अप. जोड=જોડી; યુગ્મ; જોટો; સર૰ हिं., म.

જોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડું

નપુંસક લિંગ

 • 1

  બે વસ્તુઓની જોડી.

 • 2

  વરવહુની જોડ.

 • 3

  ખાસડું.

જોડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડે

અવ્યય

 • 1

  સાથે; જોડમાં.

 • 2

  પાસે; નજીક.