જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દેખવું; આંખ વડે જાણવું.

 • 2

  લાક્ષણિક તપાસવું; વિચારવું; ધ્યાન આપવું.

 • 3

  વાંચવું; અભ્યાસ કરવો (જેમ કે, પ્રૂફ જોવાં; કામના કાગળો કે જોશ જોવા ઇ૰).

 • 4

  અખતરો કરવો; પ્રયોગ કરવો (જેમ કે, જોવું હોય તો આવી જા.) એ અર્થમાં બીજાં ક્રિયાપદો સાથે સહાયકારક તરીકે વપરાય છે. જેમ કેઃ કહી જોવું; બોલાવી જોવું; કરી જોવું.

મૂળ

प्रा. जो, जोअ, जोव