ટચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચકો

પુંલિંગ

 • 1

  ઝટકો; ઘા.

 • 2

  તેનો અવાજ (ટચકો મારવો, ટચકો મૂકવો, ટચકો વાગવો, ટચકો લાગવો).

મૂળ

दे. टक्कर; રવાનુકારી

ટુચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુચકો

પુંલિંગ

 • 1

  રસ ઊપજે તેવી ટૂંકી વાત કે વાક્ય.

 • 2

  મંતરજંતરને લગતું નાનું વાક્ય કે પ્રયોગ.

 • 3

  અણસારો; સંકેત.