ટીપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટીપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કઠણ વસ્તુથી મારવું-ઠોકવું (જેમ કે, જમીન ચુનો ઇ૰).

 • 2

  ઘડીને આકાર બનાવવો (જેમ કે, લોઢું ટીપવું; હાંલ્લું કુંભાર ટીપે).

 • 3

  મારવું; ઠોકવું (જેમ કે, બધાએ મળીને ચારને ટીપ્યો).

 • 4

  +ટીપ કરવી; ટાંકી-નોંધી રાખવું (જેથી ભુલાઈ ન જાય.).

 • 5

  સજા ઠોકવી; ટીપ મારવી (જેમ કે, એને ૧૦ વર્ષની સજા ટીપી).

 • 6

  લાક્ષણિક એકનું એક ઠોક્યે રાખવું; એક પર જ જોર દેવું (જેમ કે, તું તારું જ ટીપ્યે રાખે છે.).

મૂળ

सं टिप्=ફેકવું? સર૰ हिं. टीपना, म. टिपणें