ઠપકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠપકો

પુંલિંગ

  • 1

    દોષ બદલ ધમકાવવું-વઢવું તે કે તેનાં વેણ.

  • 2

    ખાંસવું-ખાંખાં કરવું તે; ઉધરસ (ઉધરસનો ઠપકો પણ કહેવાય છે).

    જુઓ ઠપ

  • 3

    દોષ; વાંક; કલંક (જેમ કે, ઠપકાની દરખાસ્ત; ઠપકો નહિ આવવા દઉં. જોજે કશો ઠપકો ઠેસ ન આવે.).

  • 4

    [રવાનુકારી; જુઓ ઠપકવું] ઠપ, ઠબ એવો ઠોકરનો અવાજ.

મૂળ

સર૰ हिं. ठपका =ધક્કો; ઠેસ. म. ठपका =કલંક