ડૂચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂચો

પુંલિંગ

 • 1

  નકામા કાગળ કે કાપડનો પિંડો.

 • 2

  એનો દાટો.

 • 3

  મોટો કોળિયો.

 • 4

  ચાવતાં ન ખવાય કે ગળાય એવો રહેતો નકામો ભાગ કે પિંડો.

 • 5

  લાક્ષણિક અસંસ્કારી માણસ; રાભો.

 • 6

  ચોળાઇ કરીને ગમે તેમ ગોટો થઇ ગયેલું વસ્ત્ર (ડૂચો બાઝવો, ડૂચો વળવો).

મૂળ

दे. डुज्जय=વસ્ત્રનો ટુકડો