તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તો

અવ્યય

 • 1

  ('જો' સાથે કે એકલું, શરતી વાક્યમાં વપરાય છે.) ઉદા૰ જો આવશે, તો જઈશું.

 • 2

  'તોપણ'ના અર્થમાં ઉદા૰ હું તો જઈશ. (તું નહીં આવે તોપણ).

 • 3

  'તો પછી'ના અર્થમાં. ઉદા૰ તો જા!.

 • 4

  'બીજું કાંઈ નહીં. તો આટલું તો' એ અર્થમાં'. ઉદા૰ ખાઓ તો ખરા, પાસે તો આવ.

 • 5

  ભાર મૂકવા માટે. ઉદા૰ 'તું ગયો તો નહીં જ! 'ખાતો ખરો'.