ગુજરાતી માં દશાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશા1દશા2

દશા1

સ્ત્રીલિંગ

 • 1

  ગાડી ઊંજવા પૈડામાં ઘલાતી તેલવાળી ચીંદરડી.

 • 2

  કપડાની આંતરી; દશી.

 • 3

  સ્થિતિ; હાલત.

 • 4

  મનુષ્યના નસીબ પર સારી માઠી અસર કરનારી ગ્રહાદિકની સ્થિતિ.

 • 5

  લાક્ષણિક પડતી હાલત.

 • 6

  દશમાની ક્રિયાવિધિ (દશા કરવી, દશા સરાવવી).

ગુજરાતી માં દશાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દશા1દશા2

દશા2

પુંલિંગ બહુવયન​

 • 1

  એ નામની પેટા નાતના લોકો ઉદા૰ 'દશા લાડ, શ્રીમાળી, ખડાયતા' ઇ૰.

મૂળ

'દશ' ઉપરથી