ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  દંતસ્થાની અનુનાસિક વ્યંજન.

મૂળ

सं.

અવ્યય

 • 1

  ના; નહિ. =ન ભૂતકાળમાં થયેલું ન ભવિષ્યમાં થશે.

નૃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૃ

પુંલિંગ

 • 1

  નર; માણસ (સમાસમાં).

મૂળ

सं.

ને ની ગુજરાતીમાં વ્યાખ્યા

ને

અવ્યય

 • 1

  અને.

 • 2

  [જુઓનું] બીજી તથા ચોથી વિભક્તિનો પ્રત્યય.

 • 3

  ત્રીજી કે સાતમી વિભક્તિના (સ્ત્રી૰ વગરના) નામ જોડે આવતા છઠ્ઠી વિભક્તિવાળા શબ્દનો પ્રત્યય ઉદા૰ 'સીતા વાલ્મીકિને આશ્રમે પહોંચ્યાં'. 'જુમામસ્જિદને નામે ઓળખાય છે'.

 • 4

  વાક્ય કે આજ્ઞાર્થક ક્રિ૰ ને અંતે વપરાય છે ત્યારે 'આગ્રહ' 'ખરેખરપણું' એવો ભાવ ઉમેરે છે. ઉદા૰ 'આવ ને' 'બોલું તો બન્યો જ ને'.

 • 5

  વ્યાકર​ણ
  પ્રશ્નાર્થ ક્રિ૰ જોડે અનુરોધ કે હકાર સૂચવે છે.ઉદા૰ 'મે કહ્યં હતું ને?'.

નેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેં

સ્ત્રીલિંગ

 • 1

  હૂકાની નેહ (ચ.).