નાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંખવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નાખવું; ફેંકવું; ઉશેટવું.

 • 2

  દૂર કરવું; બાજુ પર રાખવું; પડતું મૂકવું.

 • 3

  મૂકવું (જેમ કે; ઘાસ ક્યાં નાંખવાનું છે? 'ખડગ પર હાથ નાંખ્યો').

 • 4

  અંદર ઉમેરવું; ઘાલવું. (જેમ કે, ગોળ નાંખો તેટલું ગળ્યું થાય).

 • 5

  કારીગરને ત્યાં તૈયાર કરાવવા સોંપવું (જેમ કે, જોડા કપડા નાંખવાં).

 • 6

  કર કે વેરો બેસાડવો.

 • 7

  અન્ય ક્રિ૰ ની સહાયમાં તે ક્રિયા ઝપાટાબંધ પૂરી કરવાનો (અથવા કોઈ સ્થાને તે ગમે તેમ પૂરી કરવાનો) ભાવ બતાવે છે. ઉદા૰ કાપી નાંખ; લખી નાંખ.

મૂળ

सं. निक्षिप् ; प्रा. णिक्खिव

નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાખવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નાખવું; ફેંકવું; ઉશેટવું.

 • 2

  દૂર કરવું; બાજૂ પર રાખવું; પડતું મૂકવું.

 • 3

  મૂકવું (જેમ કે; ઘાસ ક્યાં નાખવાનું છે? 'ખડગ પર હાથ નાંખ્યો').

 • 4

  અંદર ઉમેરવું; ઘાલવું. (જેમ કે, ગોળ નાંખો તેટલું ગળ્યું થાય).

 • 5

  કારીગરને ત્યાં તૈયાર કરાવવાં સોંપવું (જેમ કે, જોડા કપડા નાંખવાં).

 • 6

  કર કે વેરો બેસાડવો.

 • 7

  અન્ય ક્રિ ની ક્રિયા ઝપાટાબંધ પૂરી કરવાનો (અથવા કોઈ સ્થાને ગમે તેમ પૂરી કરવાનો) ભાવ બતાવે છે. ઉદા૰ કાપી નાંખ; લખી નાંખ.