પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  પહેલો ઔષ્ઠય વ્યંજન.

 • 2

  સંગીતમાં પંચમ સ્વરની સંજ્ઞા.

 • 3

  ઉપપદ સમાસમાં 'पा' નો આદેશ. જેમ કે, મધુપ; ભૂપ.

સ્ત્રીલિંગ

 • 1

  વિશેષણ પરથી ભાવવાચક નામ બનાવતો પ્રત્યય. ઉદા૰ મોટપ, ઊણપ.

પૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂ

નપુંસક લિંગ

 • 1

  પેશાબ (બાળભાષામાં ).

મૂળ

રવાનુકારી

પૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂ

અવ્યય

 • 1

  હુરિયો (પૂ કરવું).

પેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેં

અવ્યય

 • 1

  પદ્યમાં વપરાતો -ના કરતાં; સરખામણીમાં; મુકાબલે.

 • 2

  ઉપર.

મૂળ

सं. प्रति; प्रा. पइ

પૈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈ

નપુંસક લિંગ

 • 1

  +પૈડું.

મૂળ

दे. पइअ

પે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પે

પુંલિંગ

 • 1

  વેતન; પગાર.

મૂળ

इं.

પે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પે

અવ્યય

 • 1

  પેં; ના કરતાં; સરખામણીમાં, મુકાબલે.

 • 2

  ઉપર.