બંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંડી

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું બદન.

મૂળ

સર૰ हिं., म.; જુઓ બાંડું

બૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂડી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ભાલાના ફળાના છેડાનો ગોળ ભાગ.

મૂળ

સર૰ म. बुडी

બેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેડી

સ્ત્રીલિંગ

 • 1

  જંજીર; કેદીને બાંધવાની સાંકળ.

 • 2

  લાક્ષણિક બંધન; જંજાળ; પ્રતિબંધ.

 • 3

  પગનું રૂપાનું ઘરેણું.

 • 4

  બે આંગળીએ પહેરવાની જોડેલી વીંટી (બેડી નાખવી, બેડી ઘાલવી, બેડી પહેરાવવી).

મૂળ

સર૰ हिं. (हिं. बेठना=વીંટળાવું; ઘેરવું; सं. वेष्टन)