બોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોડ

સ્ત્રીલિંગ

  • 1

    બખોલ; ગુફા (પશુ રહેવા કરે છે તે) (બોડ કરવી).

મૂળ

प्रा. वुड (सं. पुट)=આચ્છાદન; ઢાંકણ

બોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોડું

વિશેષણ

  • 1

    માથે વાળ વિનાનું.

  • 2

    લાક્ષણિક ઉઘાડું; ખુલ્લું; સાફ (માથું, ખેતર, મથાળા વગરનો અક્ષર; લૂંટી લીધેલો માણસ વગેરે).

મૂળ

दे. बोड्ड