ભરાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાવ

પુંલિંગ

 • 1

  ભરાવું-જમા થવું તે; જથો; જમાવ.

 • 2

  પૂર્ણતા; ભરપૂરતા.

મૂળ

'ભરાવું' ઉપરથી

ભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ભરવું'નું કર્મણિ.

 • 2

  સંતાવું; લપાવું.

 • 3

  તાવ દાખલ થવો; તપવું. ઉદા૰ આજે શરીર ભરાયું છે.

 • 4

  થાકથી અકડાવું ઉદા૰ ચાલી ચાલીને પગ ભરાઈ ગયા.

 • 5

  પકડાવું; ઝલાવું. ઉદા૰ છેડો ક્યાં ભરાયો છે?.

 • 6

  સપડાવું; ફસાવું.

 • 7

  વ્યાપવું. ઉદા૰ મોં ફોલ્લાથી ભરાઈ ગયું.

 • 8

  પુરાવું; રૂઝ આવવી. ઉદા૰ ઘા ભરાતો જાય છે.

 • 9

  પુષ્ટ થવું. ઉદા૰ ગાલ ભરાતા જાય છે.

 • 10

  પૂરું થવું; અંત આવવો. ઉદા૰ તેના દિવસ ભરાઈ ચૂક્યા.

 • 11

  જામવું; એકઠું થવું. ઉદા૰ મેળો ભરાયો; બજાર ભરાયું.