ભળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળ

સ્ત્રીલિંગ

 • 1

  ભળવું-ભળી જવું તે.

 • 2

  પ્રથમ ભળતાં થતો સંકોચ.

મૂળ

'ભળવું' ઉપરથી

ભેળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળું

વિશેષણ & અવ્યય

 • 1

  ભેગું; સાથે; જોડે.

ભેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળ

પુંલિંગ

 • 1

  ભેગ; મિશ્રણ.

 • 2

  ભેલાડ; બગાડ.

 • 3

  ભંગાણ; તૂટ.

ભેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળ

સ્ત્રીલિંગ

 • 1

  એક ચવાણું (મુંબઈ).

ભેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળ

સ્ત્રીલિંગ

 • 1

  મમરા, સેવ, ટમેટાં, ડુંગળી વગેરેને ભેગાં કરીને તેમાં લસણ, આમલી કે મરચાંની ચટણી નાખીને બનાવાતી એક વાનગી.