ભાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગ

સ્ત્રીલિંગ

 • 1

  ગાંજાની કળી તથા પાંદડાં.

 • 2

  તેનું બનાવેલું પીણું.

મૂળ

सं. भड्ग

ભાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગ

પુંલિંગ

 • 1

  અંશ; હિસ્સો.

 • 2

  પુસ્તકનો હિસ્સો ઉદા૰ ભાગ પહેલો.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  ભાગાકાર.

મૂળ

सं.

ભાગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગુ

વિશેષણ

 • 1

  મહેનતથી કંટાળનારું; આળસુ.

 • 2

  મુશેક્લ; મહેનતનું.

મૂળ

'ભાગવું' ઉપરથી

ભાગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગું

વિશેષણ

 • 1

  -ને કારણે; લીધે ઉદા૰ દુઃખ ભાગા ડરો નહિ.

મૂળ

'ભાગ' ઉપરથી