મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છોડવું; તજવું; મુક્ત કરવું.

  • 2

    [અમુક સ્થાને] નીમવું, સ્થાપવું કે ગોઠવવું; મેલવું.

  • 3

    પહેરવું; ઘાલવું (ટોપી, પાઘડી).

  • 4

    રંધાવા-ચડવા માટે ચૂલા ઉપર મેલવું (ખીચડી, શાક, ભાત).

  • 5

    (વ્યાજે કે ગીરો) રાખવા અથવા સાચવવા સોંપવું. ઉદા૰ તેને ત્યાં સો રૂપિયા મૂક્યા છે.

  • 6

    શીખવા મોકલવા માંડવું. ઉદા૰ શરાફની દુકાને-નિશાળે-મૂક્યો.

  • 7

    બાકી રાખવું, છોડવું ઉદા૰ ચાર લીટી મૂકી દીધી.

  • 8

    -ને જુમ્મે નાખવું-રાખવું.

  • 9

    જોરથી-મોટે સાદે કાઢવું (પોક, રાડ ઇ૰).

  • 10

    અન્ય ક્રિયા સાથે આવતાં તે ક્રિયાની પૂર્ણતા સૂચવે છે. ઉદા૰ ભગાડી મૂકવું.

મૂળ

अप. मुक्क (सं. मुच्)