મરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરી જવું

 • 1

  શાંત પડવું; બંધ પડવું (જુસ્સો; ભૂખ).

 • 2

  કરમાવું; રસકસ જતો રહેવો. ઉદા૰ અહીંથી છાલ મરી ગઈ છે.

 • 3

  સ્થાનેથી ઊડી જવું (રમતમાં). ઉદા૰ તેની સોગટી મરી ગઈ.

 • 4

  મરવા જેવું દુઃખ કે સ્થિતિ થયેલી બતાવતા ઉદ્ગાર તરીકે વપરાય છે. ઉદા૰ મરી ગયો બાપલા!.

 • 5

  બીજી ક્રિયા સાથે 'થાક્યો, કંટાળ્યો' એવા અર્થમાં વપરાય છે. ઉદા૰ ના કહી કહીને મરી ગયો.