માડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માડી

સ્ત્રીલિંગ

 • 1

  મા.

 • 2

  માતા; દેવી (ભક્તિમાં).

 • 3

  [માડ ઉપરથી] (માડ-નારીયેળીના રસનું) એક કેફી પીણું.

મૂળ

प्रा. माइ (सं. मातृ); સર૰ म.

માંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડી

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડી (ઘરની) મેડી કે મેડો.

 • 2

  માંડેલી-પરણેલી સ્ત્રી; સધવા.

મૂળ

સર૰ म. माडी

માંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડી

 • 1

  શરૂથી; ધરમૂળથી.

મૂળ

'માંડવું'નું કૃ૰