માર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર

પુંલિંગ

 • 1

  મારવું તે; તાડન.

 • 2

  મરણ; મૃત્યુ.

 • 3

  લાક્ષણિક મારો; વિપુલતા.

 • 4

  કામદેવ.

 • 5

  (બૌદ્ધ) આસુરી સંપત્તિઓની અધ્યક્ષ કલ્પેલી શક્તિ; સેતાન.

મૂળ

सं.

મારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારું

સર્વનામ​

 • 1

  'હું'ની છઠ્ઠી વિ૰નું એ૰વ૰.

મૂળ

अप. महारिय, (सं. मदीय)

મારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મરુ; મારવાડ.

 • 2

  એક રાગ.

મૂળ

સર૰ हिं. मारू

મારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારુ

પુંલિંગ

 • 1

  પ્રીતમ; પતિ.

મૂળ

સર૰ हिं.