રતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતન

નપુંસક લિંગ

 • 1

  રત્ન; કીમતી પથ્થર (મણિ વગેરે).

 • 2

  દરેક જાતિમાં ઉત્કૃષ્ટ વસ્તુ.

 • 3

  સમુદ્ર વલોવતાં નીકળેલી ૧૪ વસ્તુઓમાંની દરેક(લક્ષ્મી; કૌસ્તુભ; પારિજાતક; સુરા; ધન્વંતરી; ચંદ્રમા; કામદુધા; ઐરાવત; રંભા વગેરે દેવાંગનાઓ; ઉચ્ચૈઃશ્રવા; અમૃત; સારંગધનુષ; પાંચજન્ય શંખ અને હલાહલ).

 • 4

  લાક્ષણિક રત્ન જેવો ઉત્તમ પુરુષ; નરરત્ન.

 • 5

  આંખની કીકી.

રત્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રત્ન

નપુંસક લિંગ

 • 1

  કીમતી પથ્થર (મણિ વગેરે).

મૂળ

सं.