રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વસવું.

 • 2

  ટકવું; ઠરવું.

 • 3

  માવું; સમાવું.

 • 4

  અટકવું; થોભવું.

 • 5

  બાકી હોવું.

 • 6

  જીવવું; જીવતા રહેવું.

 • 7

  શાંત પડવું; સ્વસ્થ થવું.

 • 8

  નોકરીએ લાગવું.

 • 9

  ગર્ભ રહેવો.

 • 10

  હોવું (બીજા શબ્દો સાથે. ઉદા૰ ઢીલા રહેવું).

 • 11

  બીજા ક્રિયાપદના ભૂ૰ કૃંદત સાથે 'તે ક્રિયા પૂરી કરવી' એ અર્થમાં. ઉદા૰ તે બોલી રહ્યો.

 • 12

  ભૂત કૃદંત સાથે 'તે ક્રિયા ચાલુ હોવી' એ અર્થમાં. ઉદા૰ હું વિચારી રહ્યો છું કે હવે મારે શું કરવું.

 • 13

  વર્તમાન કૃદંત સાથે 'તે ક્રિયા ચાલતી રહે છે' એ અર્થમાં. ઉદા૰ તે ઘેર કાગળ લખતો રહે છે.