લખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખ

વિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો લાખ.

 • 2

  દૃશ્ય (જગત માટે).

મૂળ

જુઓ લક્ષ

સ્ત્રીલિંગ

 • 1

  લત; છેદ.

 • 2

  લક્ષ્મી; વિષ્ણુની પત્ની; ધનની અધિષ્ઠાત્રી દેવી; ચૌદ રત્નમાંનું એક.

 • 3

  ધન; દોલત.

લૂખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂખ

સ્ત્રીલિંગ

 • 1

  ઉનાળાના ગરમ પવનનો ઝપાટો.

 • 2

  તેનાથી થતો રોગ.

મૂળ

સર૰ हिं. लूक; म.

લૂખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂખું

વિશેષણ

 • 1

  ચીકટ વિનાનું.

 • 2

  રસ વિનાનું.

 • 3

  નિર્ધન; ખાલી.

મૂળ

प्रा. लुक्ख (सं. रुक्ष)

લેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખ

પુંલિંગ

 • 1

  લખેલું તે; લખાણ (જેમ કે શિલાલેખ; વિધિના લેખ).

 • 2

  ખત; કરારનું લખાણ.

 • 3

  ટૂંકો નિબંધ.

મૂળ

सं.

લેખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખું

નપુંસક લિંગ

 • 1

  મોંએ ગણાય એવો ટૂંકો સહેલો હિસાબ.

 • 2

  ગણતરી; હિસાબ.

 • 3

  લાક્ષણિક ગજું (લેખું માંડવું, લેખું મૂકવું).

મૂળ

प्रा. लेक्ख (सं. लेख्य)=હિસાબ; हिं., म. लेखा

લેખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખે

અવ્યય

 • 1

  હિસાબે; પ્રમાણે.

 • 2

  પ્રીત્યર્થે; વાસ્તે; ખાતે.

મૂળ

'લેખું' ઉપરથી