વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વાંકું થવું; મરડાવું.

 • 2

  પાછા ફરવું.

 • 3

  મનનું વલણ થવું.

 • 4

  કસાવું.

 • 5

  સુધરવું.

 • 6

  બંધાવું (અંબોડો, લાડુ).

 • 7

  -માં લાગવું; વળગવું. ઉદા૰ વાતે વળ્યા.

 • 8

  થવું; બનવું. ઉદા૰ શેવાળ વળવી, ટોળે વળવું.

 • 9

  પલટાવું; જવું. ઉદા૰ વળતો દહાડો, વળતી વેળા.

 • 10

  ફાયદો થવો; સરવું.