સાંકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકળ

સ્ત્રીલિંગ

 • 1

  કડીઓ કે આંકડા જોડીને બનાવેલી લાંબી હાર.

 • 2

  બારીબારણાને બંધ કરવાની એવી હારનું સાધન.

 • 3

  જમીન ભરવાનું ૧૦૦ ફૂટનું માપ.

મૂળ

प्रा. संकल (सं. श्रृंखल); સર૰ हिं. साँकड, -र; म.

સાંકળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકળું

નપુંસક લિંગ

 • 1

  પગનું એક ઘરેણું.